Friday, 10 January 2014

"માની લઈશ"


સુંદર શી હવેલીમાં આશરો લઈને, ત્યાજ તારો ભાસ પામી જઈશ,
છું નથી ક્યાય હું એકલો બસ,મારામાં તું ,તારામાં મને માની લઈશ.
તારાઓના તેજ મજ છે વાસ તારો,સૂરજની રોશનીમાંય છે તું,
ક્યાંક દુર ના થઇ જાય તું,સપનામાં પણ તને મારી પાસે માની લઈશ.


                         તારી વાત માનવામાં આવે છે મજા,પણ તું જ કેમ ભૂલી જાય છે એ,
                         જે ગમે એને એ જ કરવાનું છે મારે,છતાં કેમ ના ગમવાનું ગમી જાય છે,
                         જયારે પણ નારાજ હોય છે એ, દિલના ટૂકડા હજાર થઇ જાય છે,
                         તારા એક જ પ્રેમભર્યા શબ્દને મારું જીવન હું માની લઈશ.

કરીશ તારા પર ખુદથી વધારે વિશ્વાસ,પણ ક્યાય ખૂટી ના જાય શ્વાસ,
છે મારા માટે તને જે લાગણી, કહેવાની નથી નથી તારામાં હામ.
રહી શકે તું આમ જ હસતી ને રમતી,તેથી જ તો ચાલે છે મારા શ્વાસ,
હશે ક્યારેક તો તારી યાદમાં હું જાતે જ મને  “દીપક” માની લઈશ.